મહુડી એક પ્રાચીન સ્થળ છે મહુડીને મધુપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે, મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર ( દાદા )નું મોટું પદ્મપ્રભુનું જેન મંદિર છે, અહી તેંજ દેશવિદેશમાં પણ આ મંદિર જગવિખ્યાત છે , મહુડીની સુખડી ફેમસ અને સ્વાદિષ્ટ છે એવું કહેવાય છે કે આ સુખડીને બહાર ક્યાય લઇ જઈ શકાતી નથી પરંતુ શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અનુસાર અહી આવે છે અને દાદાને વિનવીને આ સુખડીની પ્રસાદી ઘરે તો લઇ જ જતા હોય છે કેમ કે છેક દેશ વિદેશથી પ્રવાસ ખેડીને આવે અને પ્રસાદી ઘરે લઇ જવી પડે એ આશયથી.... જે ગુજરાતના ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામાં આવેલું પવિત્ર અને પ્રખ્યાત તીર્થ કેન્દ્ર છે. મહુડી સાબરમતી નદીના કિનારે આવેલું રમણીય સ્થળ છે અહીનું વાતાવરણ એકદમ ખુશનુમા અને રમણીય છે, આ સ્થળની એક ખાસિયત છે કે અહી દરરોજ યાત્રાળુઓ,પ્રવાસીઓ તેમજ અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે, અહી સરસ મજાનું બજાર છે, બજારમાં સીજન પ્રમાણે ઠંડા પીણા,ગરમા ગરમ નાસ્તો ( ગોતા,ફાફડા ) ગુજરાતી સ્વાદિષ્ટ થાળી, છાસ , લસ્સી, બોર, આમળા , કેરીની સેકેલી ગોટલી, ખાતી આંબલી, લીલી વરીયાળી અને કોઠીમડા વગેરે જેવી ખાવાની ચીજો પણ મળે છે . તો વાચકમિત્...